શ્રી શાંતિ નમી જીન મંદિર
આશરે ૧૭૦ વર્ષ પહેલા શ્રી ગોરજી એ શાંતિનાથ દાદા નું દેરાસર બંધાવેલું અને જિનશાસન નો નાદ ગાજતો કર્યો. ગન્ભારો નાનો પડતા જોડાજોડે શ્રી નેમિનાથ દાદા નું વિશાળ દેરાસર નું નિર્માણ કરવામાં આવ્યું. તેની પ્રાણપ્રતિસ્થા તા ૨૩-૦૫-૧૯૭૫ ના શુભદિવસે કરવામાં આવેલ. આમ ધર્મઆચરણ અને ભક્તિ માટે નું અલોકિક સ્થાન. દેરાસર ની સામે જ ઉપાશ્રય આવેલ. જુના ઉપાશ્રયનું નુંતનીકરણ કરી બે ઉપાશ્રય ના નિર્માણ કરવામાં આવેલ છે. મોટા ઉપાશ્રય નું ઉદ્ઘઘાટન તા ૦૫-૦૯-૧૯૯૧ શુભ દિવસે તેમજ નાના ઉપાશ્રય નું ઉદ્ઘઘાટન ઈ.સ. ૧૯૯૪ માં થયેલ. શ્રી જાદવજી નાનજી શાહ, શ્રી રણશી જેઠા પરિવાર, શ્રી કરમશી પુનશી ગંગર પરિવાર તથા શ્રી નવીન પુનશી ગંગર તરફથી દાનમાં મળેલ રકમ થી નુંતનીકરણ કરવામાં આવેલ.