શ્રી કરછ કાંડાગરા આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ ધર્મની ઉપાસના કરવા તથા ચાતુર્માસ દરમ્યાન પુ. સાધુસંતો અથવા પુ. મહાસતીશ્રી ઓ નો લાભ મળે એ હેતુસર પહેલા ૨ નાના સ્થાનક હતા. ઈ.સ. ૧૯૮૪ માં ધર્મપ્રેમી શ્રી પ્રેમજી વેરશી પરિવાર તરફથી ગામના પૂર્વ દિશાના પ્રવેશદ્વાર પાસે સુંદર વિશાળ અને સગવડતા વાળો નુતન સ્થાનક માતૃશ્રી સુંદરબેન પ્રેમજી વેરશી ને પુણાર્થે પોતાના ખર્ચે બનાવી શ્રી સંઘ ને અર્પણ કરેલ છે. જ્યાં ધર્મકરણ થતી રહે છે . દર ૩ વર્ષે ચાતુર્માસ અને દરવર્ષે શેશકાલ મળે છે. સ્થાનકની સામે શ્રી માવજી કુવેરજી છેડા પરિવાર તરફથી આધુનિક સાધન સામગ્રીથી સજ્જ રહેવા માટે આરાધનાગૃહ , માતૃશ્રી પુરબાઈ માવજી કુવરજી છેડા ના સ્મરણાર્થે બનાવી સંઘને ઈ.સ. ૨૦૦૫ માં અર્પણ કરેલ છે.