લોક વાયકા પ્રમાણે ગંગર નુખના વળવાઓ લગભગ ૫૦૦ વરસ પહેલા કાંડાગરાની આ પ્રતાપી
ભૂમિ પર પગ મુક્યો અને કંઠના ઝાડ પર તોરણ બાંધી ગામ વસાવિયું
સમય જતા અન્ય નુખના વિશા ઓશવાલ તથા અન્ય
જ્ઞાતિ ના પરિવાર સામાજિક ,ધાર્મિક, જીવદયા,
ખેતીવાડી, વગેરે પ્રવૃત્તિઓ થવા લાગી. સમય પ્રમાણે પ્રવૃત્તિઓ વિસ્તૃત
થઇ. નવી
પ્રવૃત્તિઓ ની શરૂવાત
થઇ જેવી કે શિક્ષણ. વૈદ્કીયે વગેરે.
મહાજનશ્રી ને
આરંભકાળથી જ ખંતીલા , નિસ્વાર્થી, અનુભવી અને ઉદારદિલ ધરાવતા કાર્યકરો
મળતા રહ્યા છે.
૧) તા ૨૦.૧૨.૧૯૫૩ થી મહાજનશ્રી ને
બંધારણ બનાવામાં આવ્યું. હોદેદારોની ચુંટણી
કરવામાં આવી. શ્રી કુવરજી પ્રેમજી છેડા ની પ્રથમ પ્રમુખ તરીકે મહાજનશ્રી
નું સુકાન
સાંભળ્યું.
૨) તા ૩૧-૦૧-૧૯૭૭ ની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી લહેરી હીરજી શાહ
ચુટાયા
૩) તા ૩૧-૦૧-૧૯૭૮ ના સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી ભવાનજી શામજી છેડા
ચુટાયા
૪) તા ૨૬-૦૩-૧૯૭૯ ની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી તિલક ખેતશી શાહ
ચુટાયા