SHREE KUTCH KANDAGARA VISA OSWAL JAIN MAHAJAN

શ્રી કચ્છ કાંડાગરા વિસા ઓસવાલ જૈન મહાજન

Query : info@kandagara.in Advertisement : advt@kandagara.in

 

લોક વાયકા પ્રમાણે ગંગર નુખના વળવાઓ લગભગ ૫૦૦ વરસ પહેલા કાંડાગરાની આ પ્રતાપી ભૂમિ પર પગ મુક્યો અને કંઠના ઝાડ પર તોરણ બાંધી ગામ વસાવિયું

સમય જતા અન્ય નુખના વિશા ઓશવાલ તથા અન્ય જ્ઞાતિ ના પરિવાર સામાજિક ,ધાર્મિક, જીવદયા, ખેતીવાડી, વગેરે પ્રવૃત્તિઓ થવા લાગી. સમય પ્રમાણે પ્રવૃત્તિઓ વિસ્તૃત થઇ. નવી પ્રવૃત્તિઓ ની શરૂવાત થઇ જેવી કે શિક્ષણ. વૈદ્કીયે વગેરે.

મહાજનશ્રી ને આરંભકાળથી જ ખંતીલા , નિસ્વાર્થી, અનુભવી અને ઉદારદિલ ધરાવતા કાર્યકરો મળતા રહ્યા છે.

૧) તા ૨૦.૧૨.૧૯૫૩ થી મહાજનશ્રી ને બંધારણ બનાવામાં આવ્યું. હોદેદારોની ચુંટણી કરવામાં આવી. શ્રી કુવરજી પ્રેમજી છેડા ની પ્રથમ પ્રમુખ તરીકે મહાજનશ્રી નું સુકાન સાંભળ્યું.

૨) તા ૩૧-૦૧-૧૯૭૭ ની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી લહેરી હીરજી શાહ ચુટાયા
૩) તા ૩૧-૦૧-૧૯૭૮ ના સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી ભવાનજી શામજી છેડા ચુટાયા
૪) તા ૨૬-૦૩-૧૯૭૯ ની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રી તિલક ખેતશી શાહ ચુટાયા

તા ૪-૩-૧૯૮૪ ના રોજે શ્રી સેવા સમાજ અને ફ્રેન્ડઝ સર્કલ વચ્ચે એકીકરણ કરવામાં અગ્રીમેટ કરવામાં આવ્યું. તા ૨૩-૧૧-૧૯૮૫ થી નવું બંધારણ ઘડવામાં આવેલ. ત્યારથી શ્રી તિલક ખેતશી શાહ પ્રમુખ તરીકે સુકાન સાંભળી રહ્યા છે.


ગામ નો ગૌરવ


હાલ માં મહાજનશ્રી ની અનેક પ્રવૃત્તિઓ સુંદર ફળસ્તૃત ચાલી રહી છે.

મહાજનશ્રી ની વિવિધ પ્રવૃતિઓ
૧) શ્રી હંસરાજ મોના સુરા પાઠશાળા
સવંત ૧૯૯૦ માં માતૃશ્રી કુંવરબાઈ હંસરાજ તરફથી ૨૭૦૦૧/- કોરી નું માતબર દાન મહાજનશ્રી ને પાઠશાળા શરુ કરવા મળ્યું. આમ કાંડાગરા મધે શિક્ષણ ની પ્રવૃત્તિની શરૂવાત થઇ.
ગામ ની પશ્ચિમ તરફ ના પ્રવેશ નજીકના મકાનમાં પાઠશાળા શરુ કરવામાં આવી. હાલમાં આ મકાન અંબેમાં ના મંદિર સાથે ભેરવી દેવામાં આવેલ છે. ગામની પૃર્વ બાજુ આધુનિક સગવડ થી સજ્જ તા ૨૮-૦૫-૧૯૬૯ માં આ પાઠશાળા શરુ કરવામાં આવી.

૨) શ્રી પ્રેમજી વેરશી કન્યા વિદ્યાલય
કાંડાગરા મધે કન્યા શિક્ષણ ને શરુવાત શ્રી ચાપશી ધારશી છેડા તરફથી પોતાના મકાનમાં સવંત ૨૦૦૮ શ્રાવણ માસમાં શ્રી પ્રેમજી વેરશી છેડા તરફથી શ્રી સેવા સમાજ ને રૂપિયા ૨૫૦૦૦/- નું દાન મળતા પદ્ધતીસર ની કન્યાશાળા સારું થઇ.

ગામની પૂર્વ બાજુ બંધાયેલ આધુનિક અને સગવડ સજ્જ સુંદર મકાન માં પાઠશાળા અને કન્યાવિદ્યાલય તા ૨૮-૦૫-૧૯૬૯ ને શરુ કરવામાં આવી અને તા ૧૭-૦૮-૧૯૮૩ માં પાઠશાળા અને કન્યાશાળા નું સંચાલન જીલ્લા પંચાયત ને સોપવામાં આવેલ. હાલ માં ધોરણ ૧ થી ૭ સુધી નું શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે બન શાળામાં લગભગ ૫૦૦ વિદ્યાથીઓ ને શિક્ષણ આપી રહ્યા છે.

૩) માતૃશ્રી દેવાલીબેન કેશવજી નરશી છેડા શિશુવિહાર
ઈ.સ. ૧૯૬૫ માં ફ્રેન્ડસ સર્કલ તરફથી ગામની પશ્ચિમ તરફ બાલમંદિર ની શરૂઆત થઈ. તા ૪-૩-૧૯૮૪ માં ફ્રેન્ડસ સર્કલ, સેવા સમાજ તથા મહાજનશ્રી નું એક્કીકરણ  થતા મહાજનશ્રી ને હસ્તે સંચાલન મળ્યું. ઈ.સ. ૧૯૯૬ માં શ્રી કેસવજી નરશી છેડા પરિવારે પંચાયત ઘરની બાજુમાં અતિ આધુનિક અને સગવડવાળું મકાન બનાવી મહાજનશ્રી ને સોપેલ સાથે રૂપિયા ૧,૫૧,૦૦૦/- નું કાયમી ફંડ આપેલ.

૪) શ્રી પ્રેમજી હીરજી હંસરાજ ગાલા બસ સ્ટેન્ડ
કાંડાગરા મધે આવતી જતી રાજ્ય પરિવાહન ની બસો ના પ્રવાસી ને તડકો ,વરસાદ વગેરે થી રક્ષણ મળે અને વિશ્રાંતિ લઇ શકાય તે હેતુથી મહાજનશ્રી ને બસ સ્ટેન્ડ બાંધવામાં શ્રી પ્રેમજી હીરજી ગાલા તરફ થી રૂપિયા ૧૨૦૦૧/- નું દાન આપવામાં આવેલ.

૫) શ્રી નાનજી હીરજી વાંચનાલય
વાંચનાલય ની શરૂવાત સવંત ૧૯૯૮ માં કરવામાં આવી. ૩૦૦ પુસ્તકો છે તથા દૈનિક વર્તમાન પત્રો આવે છે. વાંચનાલય સાથે શ્રી નાનજી હીરજી નું નામ જોડવામાં રૂપિયા ૧૦૦૦૧/- નું દાન એમના પરિવાર તરફથી મળેલ. ખંડ બનવા રૂપિયા ૫૦૦૧/- નું દાન હરી ખેતશી વીરજી તરફથી મળેલ.

૬) શ્રી ધનજી વાઘજી માવજત ખંડ
અમુક દવાઓ તથા માવજત ના સાધનો લાઈબ્રેરી ના રૂમ માં રાખવામાં આવેલ છે.
માવજત ખાતાના સાધનો નીસુલ્ક વાપરવામાં આપાવામાં આવે છે. શ્રી ધનજી વાઘજી પરિવાર તરફથી રૂપિયા ૪૦૦૧/- નું દાન મળેલ છે.

૭)માતૃશ્રી આસાઈબાઈ શિવણવર્ગ
બહેનોએ ને શિવણ ની તાલીમ આપવા શ્રી કાનજી રાવજી તરફ થી રૂપિયા ૧૦૦૦૧/- નું દાન મળેલ.

૮) માતૃશ્રી સુંદરબેન પ્રેમજી વેરશી માનવ રાહત ફંડ
મહાજનશ્રી ના સભ્યો નું કપરા સંજોગોમાં આર્થીક સક્ષમ આપવા શ્રી પ્રેમજી વેરશી પરિવાર તરફથી રૂપિયા ૫૦૦૦૦/- નું કાયમી ફંડ મળેલ. તદુપરાંત હાલમાં છેલ્લા ૫ વર્ષથી દર વર્ષે રૂપિયા ૧૦ લાખનું અનુદાન આપવામાં આવે છે. જેનાથી મહાજનશ્રી જરૂરતમંદ પરિવારને સંજીવની મેડીકલ વીમાના પ્રિમીયમમાં રાહત આપવામાં આવે છે તેમજ બીમારી વખતે સહાય કરવામાં આવે છે.

૯) શ્રી ખેતશી ટોકરશી જીવરાજ કાયમી શિક્ષણ ફંડ
દર વર્ષે મહાજનશ્રી ના દાતા શ્રેષ્ઠી પાસેથી રૂપિયા ૫૦૦૦/- નો ફાળો મેળવી જરૂરતમદ પરિવારને એમના ૧ થી ૧૦ ધોરણના સંતાનો ની સ્કુલ ફી માટે સહાય કરવામાં આવે છે. હાલ માં શ્રી ખેતશી ટોકરશી જીવરાજ ના સુપુત્રો તિલકભાઈ અને લખમશીભાઈ તરફથી રૂપિયા ૫૧ લાખ નું દાન મળતા અને મહાજનશ્રી ના અન્ય દાતાશ્રી પાસેથી રૂપિયા૭૫ લાખ મળતા સ્કુલ ફી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ને તથા ટિયુસન ફી જરૂરત પ્રમાણે આપવામાં આવે છે.

૧૦) આવાસ યોજના
શ્રી કરછી વી ઓ જૈન ફાઉડેશન તરફથી સમાજના જરૂરતમંદ પરિવાર ને સસ્તા દરે આવાસો મુંબઈ ના નજીક પરાઓમાં આપવામાં આવે છે. કાંડાગરા મહાજનશ્રી ના જરૂરતમંદ પરિવારોને ભરવામાં આવતી રકમ માટે સહાય કરવા મહાજનશ્રી ને રૂપિયા ૨૧ લાખ શ્રી પ્રેમજી વેરશી છેડા પરિવાર ના શ્રી કેકીનભાઈ તથા મહેન્દ્રભાઈ, શ્રી રસિકભાઈ અને રમેશભાઈ તરફથી તેમજ રૂપિયા ૧૧ લાખ શ્રી ખેતશી ટોકરશી જીવરાજ પરિવાર તરફથી તેમજ અન્ય દાતાશ્રી ઓ તરફથી દાન માં મળેલ. અત્યાર સુધી ૩૯ પરિવારો ને આવાસ મળેલ છે. ભવિષ્યમાં અન્ય પરિવારોને પણ આવાસ ફાળવામાં આવશે.

૧૧) શાંતિધામ અતિથીગૃહ (Senetory)
ઘર ખોલવું, સાફ સફાઈ કરવું અથવા સજોગવાસ પોતાનું ઘર ના હોય, આવી સર્વ તકલીફો દુર કરવા મહાજનશ્રીએ ગામની પશ્ચિમ દિશાએ અને તળાવની સામે ૧૮ સુવિધાવાળા બ્લોક વાળું અતિથીગૃહ બનાવિયું છે. જેનું ઉદઘાટન તા ૧૪-૧૧-૧૯૯૧ ના રોજે માનનીય શ્રી દામજીભાઈ એન્કરવાલા ના કરકમલે કરવામાં આવેલ.

૧૨) શ્રી લાલજી રતનશી સુરા મહિલા ઉદ્યોગ ગૃહ
મુખ્યત્વે બહેનોને પુરક વ્યવસાય મળી રહે એ ઉદેશથી આ પ્રવૃત્તિ માટે શ્રી લાલજી રતનશી પરિવાર તરફથી રૂપિયા ૧૦૦૦૧/- નું દાન મળેલ. પરિસ્થિતિમાં પરિવર્તન આવતા આ પ્રવૃત્તિ આ ફંડ થી શરુ કરવા મહાજનશ્રી ના અજેંડામાં છે.

૧૩) શ્રી શિવજી ધારશી વ્યાયામશાળા
સ્વ શ્રી શિવજીભાઈ નીડર અને પ્રાણીવંત કાર્યકતા હતા. સમગ્ર ગામની સારી સેવા બજાવેલ એમના યાદ સ્વરૂપે મહાજનશ્રી તરફથી શાળાઓ ના પ્રાગણમાં વ્યાયામશાળા શરુ કરવામાં આવેલ છે. હાલ માં જીલ્લા પંચાયત સંચાલન કરે છે.

૧૪)  રોડ લાઈટ
મહાજનશ્રી તરફથી ગામમાં રોડ લાઈટ ની સગવડ કરવામાં આવેલ છે. જેનું બીલ ની ચુકવણી તથા મરામત પણ મહાજનશ્રી તરફથી કરવામાં આવે છે.

૧૫) મુક્તિધામ (સ્મસાન ગૃહ )

શ્રી ચાપશી ધારશી છેડા તરફથી ગામની દક્ષિણ દિશામાં આવેલ ખેતર સવંત ૨૦૧૨ માં મહાજનશ્રી ને સ્મશાન ગૃહ બનાવામાં અર્પણ કરવામાં આવેલ. ઈ.સ. ૨૦૦૫ માં નુતનીકરણ  કરવામાં આવેલ છે. અન્તેસથી ક્રિયા માટે લાકડા કોઈ પણ જાતની કીમત લીધા વગર આપવામાં આવે છે.

૧૬)ચબુતારો
કબૂતરો ને ચણ અને કુતરાઓ ને રોટલો દરોરજ આપવમાં આવે છે. ફૂલવાડી વાવ પાસે આવેલ ચબુતરા નું નુતાનીકરણ ઈ.સ. ૧૯૯૩ માં કરવા માં આવેલ.

૧૭) અવાડા
વર્ષોથી પશુઓ ને પીવાના પાણીની સગવડ માટે ગામની પૂર્વ દિશામાં એક અને પક્ષિમ દિશામાં એક એમ બે અવાડા કાર્યકત છે. શ્રી કેતન ખીમજી શાહ તરફથી એમના માતૃશ્રી શાંતાબેન ના પુર્નાનાર્થે અધતન રીતે પૂર્વ દિશામાં આવેલ આવડા ને નુતનીકરણ કરી આપેલ છે.

૧૮) ભારાની વિશ્રામ સ્થાન (નમવાળો ઓટો )
ગામની પશ્ચિમ બાજુએ અંબામાંતાના મંદિરની સામે આવેલ છે. " નમ વાળો ઔટો " નામે ઓળખાય છે. બપોરમાં સુવા માટે સાંજે ગામ ગપાટા માટે ઉપયોગ થાય છે. જમાના પહેલા મુલેઈ(મજુર) નક્કી કરવા સાંજના બજાર ભરાતી. ઈ. સ. ૧૯૯૬ માં શ્રી નાનજી હીરજી પરિવાર અને શ્રી ઉમરશી પરિવાર તરફથી નુતનીકરણ કરી મહાજનશ્રી ને અર્પણ કરવામાં આવેલ છે.

૧૯) શ્રી દિનેશકુમાર રામજી શિવજી તૃષાતૃપ્તિ ગૃહ
ધોમધખતા તાપતા ગામમાં આવતા જતા પ્રવાસીઓ અને પસાર તથા લોકોની તરસ તૃપ્ત કરવા બસ સ્ટેન્ડ ની બાજુમાં અધતન પરબ બનાવામાં શ્રી રામજી શિવજી તરફથી રૂપિયા ૫૦૦૧/- નું દાન તેમના સદ્દગત દિનેશકુમાર ની પુણ્ય સ્મૃતિ માં આપેલ.

૨૦) શ્રી સોજપાર રણમલ ધર્મશાળા
જુના જમાના માં મુસાફરો ને વિશ્રાંતિ અથવા રાતવાસો કરવાની સગવડ માટે માતૃશ્રી વીલઈબાઈ સોજપાર રણમલ તરફથી સવંત ૧૯૮૪ માં ગામના પુર્વે તરફના પ્રવેશ દ્વાર પાસે ૧૦૦૦ ચો વાર ની વિશાળ જગ્યા માં ૬ ઓરડાની ધર્મશાળા બાંધવામાં આવેલ. સવંત ૨૦૧૧ માં કાંડાગરા સેવાસમાજ ને સોપી અને સેવા સમાજ અને મહાજનશ્રી નું એકીકરણ તથા મહાજનશ્રી ને સોપવામાં આવેલ.
આજના યુગમાં વપરાસ નહિ જેવો છે. એટલે ભવિષ્યમાં અન્ય ઉપયોગ કરવા મહાજનશ્રી ને વિચાર કરવો જોઈએ. હાલમાં પોસ્ટ ઓફીસ તરીકે એક રૂમમાં આવેલ છે.

૨૧) શ્રી જખુભાઈ ટોકરશી રિક્રિએસન ગ્રાઉન્ડ
સદગત શ્રી જખુભાઈએ મહાજનશ્રી અને સમગ્ર ગામ માટે અનેરી નિસ્વાર્થ સેવાઓ આપેલ. તેમની સેવાઓ બીરદાવવા મહાજનશ્રીએ શાળાઓની પુર્વે દિશામાં આવેલ જમીન પર આ ગ્રાઉન્ડ બનાવેલ છે. જ્યાં મનોરંજન, સામાજિક, લોકોપયોગી પ્રવુતિ થાય છે.

૨૨) શ્રી શામજી લીલાધર ઉદ્યાન

આદરનીય સદગત શ્રી શામજીભાઈ ની મહાજનશ્રી અને ગામ માટેની બહુમુલ્ય સેવા ને બીરદાવવા બસ સ્ટેન્ડ ની સામે કાંડાગરા નવીનાર રોડ પર સુસોભીત બગીચો બનાવેલ  અને આ શ્રી શાજીભાઇ ની અર્ધપ્રતિમા અનાવરન વિધિ શ્રી તારાચંદભાઈ છેડા ના અધ્યક્ષ પદે શ્રી શિવદાસભાઈ પટેલ ના વરદે હસ્તે કરવામાં આવેલ.


૨૩) માતૃશ્રી ભાણબાઈ ચાંપશી ધારશી મહાજનવાડી
શ્રી જગશી ચાંપશી છેડા તરફથી તા ૨૫-૧૧-૧૯૬૯ ના રોજે ગામ ની પૂર્વ બાજુએ આવેલ વિશાલ જમીન એમના માતૃશ્રી ના  સ્મરણાર્થે મહાજનવાડી બનાવાનામાં, મહાજનશ્રી ને અર્પણ કરેલ. ઈ.સ. ૧૯૯૩ માં મહાજનવાડી નું નુતનીકરણ કરવામાં આવેલ. અધતન ભોજનાગૃહ માટે માતૃશ્રી લક્ષ્મીબેન જાધવજી નાનજી શાહ તરફથી દાન મળેલ. સુંદર વિરામગૃહ માટે શ્રી ખીમજી વજ્પાર છેડા તરફથી દાન મળેલ. રસોઈગૃહ માટે માતૃશ્રી નાનબાઈ શામજી હીરજી જેઠા છેડા તરફથી દાન મળેલ. વારિગૃહ  માટે માતૃશ્રી લાછબાઈ મેઘજી સૂરા તરફથી દાન મળેલ. ૪ સ્ટોર રૂમ માટે શ્રી માવજી કુવરજી છેડા, શ્રી ઉમરશી કચરા ગાલા પરિવાર. શ્રી માવજી ચનાભાઈ છેડા અને માતૃશ્રી મઠાબાઈ શિવજી હંસરાજ પરિવાર તરફથી દાન મળેલ. સ્નાનગૃહ અને સૌચાલય માટે શ્રી લાલજી ચનાભાઈ છેડા તરફથી દાન મળેલ.
સંપૂર્ણ વાડીમાં લાદીઓ સ્વ શ્રી ડો ધનજી ઉમરશી છેડા ની યાદરૂપે એમના પરિવાર તરફથી બેસાડી આપવામાં આવેલ છે.

ધાર્મિક, સામાજિક લગ્નપ્રસંગ જેવા અવસરે જમણવાર માટે ઉજવણી સભા ભરવા વિગેરે માં ઉપયોગમાં આવે છે. જમણવાર માટે ખુરશી ટેબલ ને વ્યવસ્થા કરવામાં આવેલ છે. રસોઇ કરવા સંપૂર્ણ સાધન સામગ્રી ની જોગવાઈ કરવામાં આવેલ છે.

૨૪) શ્રી કાંડાગરા પાંગળાપોળ તથા જીવદયા સેવા ટ્રસ્ટ
કચ્છ પ્રદેશ દુકાળગ્રસ્ત હોવાથી જીવદયાની ભાવનાથી પ્રરાઈ મહાજનશ્રી એ પ્રવુતિ નક્કી કરેલ. સરળ વહીવટ માટે ઈ.સ. ૧૯૯૦ માં કાયદાકીય અલગ ટ્રસ્ટ ની સ્થાપના કરેલ. શ્રી લાલજી ચનાભાઈ છેડા તથા અન્ય દાતાશ્રીઓ ના માતબર દાનથી ઈ.સ. ૧૯૯૯ માં આધુનિક પશુ રક્ષા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ. આધુનિક સુંદર અને સ્વરછ પશુગૃહો, ગાસચારો માટે ભંડારિયા, પાણી માટે અવાડા, બીમાર પશુઓ માટે ડોક્ટર વિ. ને સગવડતા કરવામાં આવેલ. એ પ્રવૃત્તિઓથી સંતુષ્ટ થયી. શ્રી અદાની ગ્રુપ તરફથી માતૃશ્રી શાંતાબેન ના પુર્યાથે રૂપિયા ૫૧,૦૦,૦૦૦ એકાવન લાખ નું દાન ગૌશાળા માટે મળેલ.

૨૫) શ્રી કચ્છ કાંડાગર વિસા ઓસવાળ જૈન સકળ સંઘ
અતિથી ગૃહની સગવડ છે પરંતુ જમવા ક્યાં જવું. અનો તોડ લાવવા અમુક સેવાભાવી ભાઈઓ એ ભોજનશાળા શરુ કરેલ જેનો લાભ ગામમાં એકલ દોકલ અને વૃદ્ધ વડીલો રહેતા એમને મળતું
સાધર્મિક ભક્તિ ભાવવાળા માતૃશ્રી જેતબાઈ રણશી જેઠા છેડા પરિવાર તરફથી મહાજનશ્રી ને માતબર રકમની ઓફર આવી. મહાજનશ્રી એ ભોજનશાળા અને આયબીલ ખાતું શરુ કરવાનું નિર્ણય કરી અલગ ટ્રસ્ટ બનાવિયું .

૨૬)માતૃશ્રી જેતબાઈ રામશી જેઠા છેડા જૈન ભોજનાલય આયંબીલશાળા
 

અન્ય સંસ્થાઓ


શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ
શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિપૂજક દેરાસર
શ્રી શાંતિ નમી જીન મંદિર

આશરે ૧૭૦ વર્ષ પહેલા શ્રી ગોરજી એ શાંતિનાથ દાદા નું દેરાસર બંધાવેલું અને જિનશાસન નો નાદ ગાજતો કર્યો. ગન્ભારો નાનો પડતા જોડાજોડે શ્રી નેમિનાથ દાદા નું વિશાળ દેરાસર નું નિર્માણ કરવામાં આવ્યું. તેની પ્રાણપ્રતિસ્થા તા ૨૩-૦૫-૧૯૭૫ ના શુભદિવસે કરવામાં આવેલ. આમ ધર્મઆચરણ અને ભક્તિ માટે નું અલોકિક સ્થાન
દેરાસર ની સામે જ ઉપાશ્રય આવેલ. જુના ઉપાશ્રયનું નુંતનીકરણ કરી બે ઉપાશ્રય ના નિર્માણ કરવામાં આવેલ છે. મોટા ઉપાશ્રય નું ઉદ્ઘઘાટન તા ૦૫-૦૯-૧૯૯૧ શુભ દિવસે તેમજ નાના ઉપાશ્રય નું ઉદ્ઘઘાટન ઈ.સ. ૧૯૯૪ માં થયેલ. શ્રી જાદવજી નાનજી શાહ, શ્રી રણશી જેઠા પરિવાર, શ્રી કરમશી પુનશી ગંગર પરિવાર તથા શ્રી નવીન પુનશી ગંગર તરફથી દાનમાં મળેલ રકમ થી નુંતનીકરણ કરવામાં આવેલ.

શ્રી કરછ કાંડાગરા આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
વર્ષોથી ગામમાં જાની ધર્મની આરાધના માટે મોટી પક્ષ નું સ્થાનક કાર્યરત છે. જુના સ્થાનક ને વિશાળતા અંદ સુંદરતા ની જરૂર હોતા નુંતનીકરણ કરી સવંત ૨૦૪૦ને અષાઠ વદ-૧૦ ઈ.સ. ૧૯૭૨ ના મંગલમુરત માં ઉદ્ઘઘાટન કરેલ.
દર વરસે પુ સાધુઓ અથવા પુ. સાધ્વીઓ નો ચોમાસામાં લાભ મળે છે. જેના લીધે જૈન શ્રાવક-શ્રાવિકા-બાળકો ને તપસ્યા કરવા પ્રોત્સન તેમજ ધાર્મિક સંસ્કારનું સિંચન કરવાનો લાભ મળે.
ધાર્મિક સાથે સામાજિક સંસ્કોર મળતા શ્રી લાલજી ચનાભાઈ છેડા ની પ્રરણાથી શ્રી કાંડાગરા માનવ કલ્યાણ કેન્દ્ર ની રચના કરી વૈદકિય સહાય ની ઉપલબ્ધી કરવામાં આવેલ.
 

શ્રી કરછ કાંડાગરા આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ
ધર્મની ઉપાસના કરવા તથા ચાતુર્માસ દરમ્યાન પુ. સાધુસંતો અથવા પુ. મહાસતીશ્રી ઓ નો લાભ મળે એ હેતુસર પહેલા ૨ નાના સ્થાનક હતા. ઈ.સ. ૧૯૮૪ માં ધર્મપ્રેમી શ્રી પ્રેમજી વેરશી પરિવાર તરફથી ગામના પૂર્વ દિશાના પ્રવેશદ્વાર પાસે સુંદર વિશાળ અને સગવડતા વાળો નુતન સ્થાનક માતૃશ્રી સુંદરબેન પ્રેમજી વેરશી ને પુણાર્થે પોતાના ખર્ચે બનાવી શ્રી સંઘ ને અર્પણ કરેલ છે. જ્યાં ધર્મકરણ થતી રહે છે . દર ૩ વર્ષે ચાતુર્માસ અને દરવર્ષે શેશકાલ મળે છે.

સ્થાનકની સામે શ્રી માવજી કુવેરજી છેડા પરિવાર તરફથી આધુનિક સાધન સામગ્રીથી સજ્જ રહેવા માટે આરાધનાગૃહ , માતૃશ્રી પુરબાઈ માવજી કુવરજી છેડા ના સ્મરણાર્થે બનાવી સંઘને ઈ.સ. ૨૦૦૫ માં અર્પણ કરેલ છે.

શ્રી કાંડાગરા ગાલા ભાવિક સંઘ
ગાલા ભાવિકોના કુળદેવી શ્રી વિસલમાંતા અને પુ. શ્રી જખદાદા ના વાર્ષિક જુહાર તથા મુંડન અને લગ્ન પ્રસંગે ના જુહાર માટે છસરા ગામે જતા. જયારે પુ માતાજી નો આદેશ મળતા કાંડાગરા ગામ મધ્યે શ્રી માતાજી નું સુંદર સ્થાન ગામની પૂર્વ બાજુએ બનાવામાં આવ્યું. સવંત ૨૦૩૪-ઈ.સ.૧૯૭૮ ની સુભ ગડીમાં શ્રી વિશાલમાતા, શ્રી જખદાદા, શ્રી ગણેશ, શ્રી શક્તિદેવી , અને શ્રી ખેત્રપાળદાદા ની સ્થાપના કરવામાં આવી. સવંત ૨૦૫૬ ઈ.સ. ૨૦૦૩ માં સ્થાનનું વિસ્તુતીકરણ અને નુંતનીકરણ કરી શિખરબધી મંદિર નું નિર્માણ કરવામાં આવેલ.

 

શ્રી કાંડાગરા છેડા ભાવિક સંઘ.
શક્તિની અધિપ્રકથી શ્રી અંબામાં નો નિવાસ કાંડાગરામાં સૈકાઓ થી છે. સ્થાનક નાનું હોવાથી સક્ળાસ લાગતી હતી. વસ્તી અને ભક્તિ વધતા મોટી જગ્યાની જરૂરત હતી. શ્રી અંબામાં ના સ્થાનક પાસે મહાજનશ્રી ની પાઠશાળા નો મકાન ખાલી પડ્યો હતો ઈ મકાન મહાજનશ્રી પાસેથી ખરીદી ને સુંદર ભાવવાહી ભવ્ય શ્રી મંદિર બનાવવા માં આવ્યું.

શ્રી કાંડાગર મહિલા મંડળ
૨૫ વર્ષ થી મહિલા મંડળ ની પ્રવૃત્તિ મુંબઈ ખાતે સુંદર રીતે ચાલી રહી છે. અનેકવિધિ રંગારંગ કાર્યકમો જેવા કે જ્ઞાનવિષયક લેક્ચર્શ, વાનગીઓ ની હરીફાઈ અને ડેમો, દાંડિયા વેશભૂષા હરીફાઈ, વિવિધ ગેમ શો સમયાનુસાર યાત્રા પ્રવાસ યોજે છે.
ભવિષ્યમાં લોકપયોગી અને સમાજપયોગી પ્રવૃત્તિઓનું વિસ્તુતીકરણ કરવાનો ઇરાદો છે.

શ્રી કાંડાગરા યુવા ગ્રુપ
ભારત યુવા દેશ છે. યુવા શક્તિ થી સમાજ નો વિકાસ થાય છે. તેમ કાંડાગરા મહાજનશ્રી નો વિકાસ યુવા શક્તિ ને લીધે ઝડપી બનશે. સ્વ મનોરંજન ના કાર્યક્રમો ની સાથે રમત ગમત માં પ્રોત્સ્થાન , સમાજિક માનવતાલક્ષી કાર્યો યુવા ગ્રુપ કરી રહ્યું છે. જરૂરિયાતમંદો ની માંદગીમાં સહાયરૂપ બને છે. તેમજ અન્ય જરુરીયાત પણ સહાયરૂપ બને છે.
 

શેઠશ્રી ટોકરશી જીવરાજ ધર્મદા દવાખાનું
જુના સમયમાં કરછ ના ગામડાઓમાં દાકતરી જરૂરત પડે તો દુર માંડવી-ભૂજ જેવા શહેરોમાં જવું પડતું . માંદગીમાં વધારે હોય તો ત્યાંસુધી પહોચવામાં મોડું થઈ જતું અને દર્દી દાકતરી સેવાથી વંચિત રહતો. કાંડાગરા અને આજુબાજુના ગામડાઓની આ તફલીફ દુર કરવા સ્વ શેઠશ્રી ટોકરશી જીવરાજ ના સુપુત્રો શ્રી ખેતશીભાઇ અંદ શ્રી ખીમજીભાઈ એ પિતાશ્રી ની પુણ્યસ્મુતી માં વિશાલ દવાખાનું નું નિર્માણ કર્યું. ડોકટરોની સેવા મળી અંદ ડોકટરો ને રહેવાની સગવડ પણ ત્યાજ કરવામાં આવી. ઈ. સ. ૧૯૩૬ માં તે સમયના કરછ ના રાજકુમાર શ્રી મનોહારર્સીહજી જાડેજા ના વરદ હસ્તે સોનાનું તાળું ખોલી ઉદ્ઘઘાટન કરેલ. આ સુવર્ણ તાળું કરછ ના આયના મહેલ મ્યુઝીમમાં રાખવામાં આવેલ છે. હાલમાં દવાખાનાનું સંચાલન જિલા પંચાયત કરે છે .

માતૃશ્રી રતનબાઇ નાનજી હીરજી સરકારી હાઈસ્કુલ
કાંડાગરામાં ૭ ધોરણ સુધીની શાળા વર્ષોથી છે. પરંતુ ૭ થી ઉપરના ધોરણઓ એટલે હાઈસ્કુલ ના શિક્ષણ માટે ગામના વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓ ને રામાણીયા જવું પડતું હતું. આદરનિય શ્રી તારાચંદભાઈ છેડા ને પ્રરણાથી શ્રી મણીલાલભાઈ અને શ્રી પ્રાણજીવનભાઈ એ સરકાર ને માતબર દાન આપી માતૃશ્રી ના પુણ્યથે હાઈસ્કુલનું નયનરમ્ય મકાન બનાવાયું , જેનું ઉદ્ઘઘાટન ઈ.સ. ૧૯૯૫ માં થયેલ.

વિસામો - PICKUP POINT
મુન્દ્રા-માંડવી રસ્તાપર જ્યાં કાંડાગરા-મુન્દ્રા નો રસ્તો મળે છે ત્યાં સુંદર કલાત્મક કમાની પ્રવેશદ્વાર શ્રી કેતનભાઈએ પિતાશ્રી ખીમજીભાઈ ટોકરશીભાઈની યાદમાં બંધાવેલ છે.
પ્રવેશદ્વાર ની સામે જ બસના પ્રવાસીઓ માટે REQUEST STOP માટે સુંદર વિશામો શ્રી કેતનભાઈએ બનાવેલ છે. ઈ.સ. ૧૯૯૭ માં પ્રવેશદ્વાર તથા PICKUP POINT  નું ઉદ્ઘઘાટન કરવામાં આવેલ.

વિમલ સાગર ડેમ
વરસાદનું પાણી દરિયામાં ન વહી જાય તે માટે સરકારી યોજના હેઠળ વિવેકાનંદ રીસર્ચ સોસાયટી તરફથી અંદાજે રૂપિયા ૨૨ લાખનાં ખર્ચે ચેક ડેમ કાંડાગરા મધ્યે ઉતર દિશાની નદી પર બનાવામાં આવેલ છે. સરકારી યોજના પ્રમાણે ૧૦૧ ગ્રામફાળો પૂરેપૂરું દાતાશ્રી શ્રી લાલજી ચનાભાઈ છેડા તરફથી આપવામાં આવેલ તેમના ધર્મપત્ની શ્રીમતી વિમલાબેન ન નામ પરથી ચેક ડેમ નું નામ વિમલ સાગર ડેમ રાખવામાં આવ્યું.

સેલાળ વાવ
કાંડાગરા-મુન્દ્રા રોડ પર ઘણા વર્ષો પહેલા શ્રી ખીમજીભાઈ ટોકરશી એ સેલાળ વાવ પગથીયા બનાવી સજીવ કરેલ. જ્યાં પશુ પક્ષીઓ ની તરસ છીપાવતી. એ વાવ સુકાઈ જતા એમના સુપુત્રો શ્રી કેતનભાઈ એ વાવ ને સજીવ કરાવી, બાજુમાં અવાડા બનાવ્યા અને વાવનું પાણી ઠલવાય તેવી સગવડ કરી. હવે પાણી બહુ ઊંડા જતા વાવ સુકાઈ ગયેલ છે. એટલે પાઈપ લાઈન થી અવાડા ભરાય છે. પ્રાચીન સ્મારક તરીકે વાવ જોવા જેવી છે.

ગોકુળ
સેલાળવાવ ની આજુબાજુનાં વિસ્તારને શ્રી કેતનભાઈ એ પૂજ્ય પિતાશ્રી ખીમજીભાઈની યાદમાં સુંદર રીતે વિકસાવેલ છે. આ સ્થળ પશુઓ માટે તૃપ્તિ સ્થાન તથા વિરામસ્થાન બની રહેલ છે.
મનુષ્યો માટે પણ બપોરના અથવા સાંજના ભેગા થવા આનંદ કરવા વિસામાની ગરજ પૂરી પડે છે.